Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

લીંબાસી દુધ ઉત્પાદક મંડળી 10 સિક્કા ન લેતા ફરિયાદ

સુરત: લીંબાસી દુધ ઉત્પાદક મંડળી દ્વારા ભારતીય ચલણ નહી સ્વીકારતા હોવાની અરજી અરજદારે જિલ્લા કલેકટરને કરી છે.દુધ લેવા ગયેલ અરજદાર પાસે  સિક્કા હોવાથી દુધ મંડળી દ્વારા દુધ ન અપાતા અરજદારે લેખિતમાં અરજી કરી છે.લીંબાસી દુધ ઉત્પાદક મંડળીમાં ભારતીય ચલણ નહી સ્વીકારતા હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે.તા.૪-૭-૧૯ના રોજ સાંજના ૬ઃ૩૦ કલાકે અરજદાર રૂા.૧૦ નો સિક્કો લઇને દુધ મંડળીમાં દુધ લેવા માટે ગયા હતા.જે દુધ આપ્યા બાદ અરજદારે રૂા.૧૦ સિક્કો  આપ્યો હતો  દુધ મંડળીના કર્મચારીએ સિક્કો લેવાની ના પાડી હતી.જેથી અરજદાર દુધ ડેરીના સેક્રટરીને મળવા ગયા હતા.જ્યા સેક્રટરીએ જણાવેલ કે આવા પૈસા કોઇ લેતુ નથી.તેથી અરજદારે જણાવેલ કે સરકારના પૈસા છે.જેથી સેક્રટરીએ જણાવેલ કે સરકારના હોય કે ગમે તેના હોય અમે આવા સિક્કા લેવાના નથી.જેથી લીંબાસી ગામના અરજદારે આ અંગેની લેખિત ફરિયાદ જિલ્લા કલકેટરને કરી છે.અને લીંબાસી ગામમાં આવેલ દુધ મંડળી  સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

(5:43 pm IST)