Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વડોદરામાં બે નદીમાં પૂરની પરિસ્થિતિ

વડોદરા: વિશ્વામિત્રી નદીના પૂર માંડ ઓસર્યા છે ત્યાં વડોદરાની આસપાસથી વહેતી ઢાઢર અને જામ્બુવા નદી તોફાની બનતાં સંખ્યાબંધ ગામોમાં પાણી ફરી વળ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરાની આસપાસની અન્ય નદીઓમાં ઉપરવાસના વરસાદના કારણે પૂર આવતાં વડોદરાના તરસાલી-ધનીયાવી વિસ્તારમાં આવેલા હાસજીપુરા ગામમાં અવરજવર બંધ થઇ ગઇ છે.આજ રીતે પોર પાસેના રામનાથ ગામે પણ રસ્તા ઉપર કમરસમા પાણી ફરી વળતાં ત્યાં પણ અવરજવર બંધ થઇ ગઇ છે.જ્યારે,સલાડ-રૃંવાદ વિસ્તારમાં ડાંગીકુવા ગામમાં પણ વાહનવ્યવહાર ખોરવાયો છે.વડોદરના ભાયલી નજીક આવેલા રાયપુરા પાસેના મદીપુરા ગામે પણ તળાવ ઓવરફ્લો થવાથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે.આ ઉપરાંત બીજા પણ નાના પરાં વિસ્તારોમાં પૂરના પાણી વધી રહ્યા હોઇ ગ્રામજનોની હાલત દયનિય બની છે.

(5:42 pm IST)