Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

અમદાવાદમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ

અમદાવાદ: જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષી માસુમ બાળા રમતા-રમતા પરિચીત પ્રકાશ ઉર્ફે સુખા રાજુ રાઠોડ (રહે. હળપતિ વાસ,ઇસ્કોન મંદિરની બાજુમાં, જહાંગીરપુરા) ના ઘરે પહોંચી ગઇ હતી. દરમ્યાનમાં નરાધમે બાળાની એકલતાનો લાભ લઇ જમીન પર સુવડાવી દઇ પોતે અર્ધનગ્ન થઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે આ અરસામાં નરાધમ પ્રકાશે માસુમને પેટના ભાગે માર મારી ગુપ્તાંગ સાથે અડપલા કરતા થયેલા દર્દથી બાળાના મોંઢેથી મમ્મી શબ્દ નીકળ્યો હતો અને તે તેની માતાને કાને પડતા તે દોડી આવી હતી.માતાની નજર સમક્ષ પોતાની વ્હાલસોયી દિકરી સાથે થઇ રહેલા કુકર્મ જોઇ ચોંકી ગઇ હતી અને નરાધમ પ્રકાશ ઉર્ફે સુખાને બે-ત્રણ તમાચા ઝીંકી દઇ અર્ધનગ્ન હાલતમાં ઘરની બહાર કાઢયો હતો. પ્રકાશે આચરેલા કુકર્મને પગલે માસુમના પિતા પણ દોડી આવ્યા હતા અને તેમણે પણ તેને માર માર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું અને પ્રકાશે આચરેલા કૃત્ય બદલ ટોળાએ પણ માર મારી તેને જહાંગીરપુરા પોલીસને હવાલે કર્યો હતો. 

(5:43 pm IST)