Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વડોદરામાં જૂનું મકાન ધરાશય થતા એકનું મોત

વડોદરા :વારસીયાની કૈલાશધામ સોસાયટીમાં આજે જુનુ મકાન ઉતારવાની કામગીરી દરમિયાન દીવાલ ધસી પડતા તેની નીચે દબાઇ જવાના કારણે એક યુવકનું મોત થયુ હતું.યુવક મજુરી માટે લીમખેડાથી આજે જ વડોદરા આવ્યો હતો અને અહી આવતા જ મોત મળ્યુ હતું.કૈલાશધામ સોસાયટીમાં રહેતા પિયુષભાઇ રાણાનું જુનું મકાન તોડીને નવુ બનાવવા માટે કામગીરી ચાલી રહી છે આ માટે આરીફ દિવાન અને શહીદ દેશમુખ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયો છે. આજે સવારે જુનું મકાન તોડવાની કામગીરી ચાલુ હતી. મજુરો એક તરફની દીવાલ ઉતારી રહ્યા હતા. દરમિયાન લિમખેડા તાલુકાના નાનીખાર ગામનો વિનોદ ચકાભાઇ હઠીલા (ઉ.૨૨) આજે જ મજુરી પર આવ્યો હતો અને તે દીવાલ નજીક ઉભો હતો તે સમયે જ દીવાલ અચાનક ધસી પડી હતી જેના નીચે વિનોદ હઠીલા દબાઇ ગયો હતો.આ ઘટનાથી સાઇટ પર દોડધામ મચી ગઇ હતી. મજુરોએ દીવાલનો કાટમાળ હટાવ્યો હતો અને વિનોદને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. તેને એસએસજી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.ગોત્રીમાં દીવાલ ધસી પડતાં ૯  વર્ષના બાળકનું મોત થયુ હતુંબાંધકામના સ્થળો પર કોન્ટ્રાક્ટરો દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનો થઇ રહેલો ખુલ્લેઆમ ભંગ સામે તંત્ર નિષ્ક્રીય વડોદરામાં સરકારી વિકાસના કામ હોય કે ખાનગી કન્સ્ટ્રક્શન હોય કોઇ પણ સ્થળે શ્રમજીવીઓ માટે ફાયર સેફ્ટીના નિયમોનો અમલ થતો નથી. કોન્ટ્રાક્ટરો પૈસા બચાવવા માટે શ્રમજીવીઓના, લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. નિયમોના ખુલ્લેઆમ ભંગ સામે ફાયર સેફ્ટી વિભાગ પણ આંખો બંધ કરીને બેઠો છે. આજે વારસીયા વિસ્તારમાં દિવાલ ધસી પડતા શ્રમજીવી યુવકનું મોત થયુ હોવાની ઘટના બની છે.આવી જ એક ઘટના તા.૨૭ જુલાઇ શનિવારે ગોત્રીમાં બની હતી. અહી જલારામ નગરમાં એક મકાનના ઉપરના માળના બાંધકામ દરમિયાન પહેલા માળની દીવાલ ધસી પડતાં તેની નીચે દબાઇ જવાથી ૯ વર્ષના બાળક અજય દયાનંદભાઇ મકવાણાનું મોત થયુ હતું. આ મામલામાં ગોત્રી પોલીસે મકાન માલિક  હરી ભીખા ભરવાડની સામે ફરિયાદ નોધીને તેની અટકાયત પણ કરી હતી.

(5:39 pm IST)