Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સુરતમાં સુસવાટા મારતો ભારે પવન ઉકાઇ ડેમમાંથી તાપીમાં છોડાતુ પાણી

ઉકાઇ ડેમની સપાટી ૩૩૪ ફૂટ : ૧૮પપર૧ કયુસેક પાણી છોડાયું: સુરત શહેરને હાલાકી નહીં

રાજકોટ, તા. ૧૦ : દક્ષિણ ગુજરાતમાં  અનરાધાર હેત વરસાવી પાણી..પાણી કરી દેવામાં આવ્યું છે ત્યારે સુરતની તાપી નદીમાં ૧ લાખ ૮પ હજાર પાણીની આવક થઇ છે.

સુરતના ઉકાઇ ડેમ હથુનુર ડેમમાંથી ૭ લાખ કયુસેક પાણી છોડાતા ૩૩૪ ફુટે સપાટી પહોંચી છે. ભયજનક સપાટીએ પહોંચતા ઉકાઇ ડેમમાંથી ૧૮પપર૧ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે તાપી નદીમાં આવતા પાણીની અસર થશે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારના લોકોને સાવચેતી રહેવા અપીલ કરી છે.

સુરતમાં રાત્રીથી વરસાદ બંધ છે. વહેલી સવારથી સુસવાટા મારતો પવન ફૂકાઇ છે.

(4:44 pm IST)