Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ગુજરાત પર જોખમ ? કલમ ૩૭૦ સંદર્ભે એલર્ટ

તમામ કલેકટર- પોલીસ વડાઓને સત્તર્ક કરતી સરકારઃ ૧૫ ઓગષ્ટ સુધી વિશેષ સાવચેત રહેવા તાર્કીદ

રાજકોટઃ તા.૧૦, ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના કારણે વાતાવરણની દ્રષ્ટિએ એલર્ટ છે. બીજી તરફ સરકારે સુરક્ષાની દ્રષ્ટિએ એલર્ટ રહેવા જણાવ્યાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી લેતા તેના પ્રત્યાઘાત રૂપે વિઘાતક પરિબળો ગુજરાતને નિશાન બનાવે તેવી દહેસત માનવામાં આવે છે.

ગુજરાત નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહનું હોમ સ્ટેટ છે. જેથી દેશ વિરોધી તત્વોની નજર ગુજરાત પર પહેલી પડે તે સ્વભાવીક છે. ૧૫ ઓગષ્ટ નજીક છે. જાહેર સ્થળો અને પ્રસિધ્ધ ધર્મસ્થળોએ સુરક્ષાના વધુ પગલા લેવા અને સંપુર્ણ એલર્ટ પર કામ કરવા સરકારે તમામ જીલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સુચના આપ્યાનું આધારભુત વર્તુળો જણાવે છે.

(4:42 pm IST)