Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

રાધનપુરમાં ર કલાકમાં સાડા ૭ ઇંચ વરસાદ

પાટણ તા. ૧૦ :.. રાધનપુરમાં બે કલાક ૭ા ઇંચ વરસાદ પાટણના રાધનપુરમાં સવારના ૬ થી ૧૦ માં ર કલાકમાં ૭ા ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર રાધનપુર શહેર જળબંબાકાર થઇ ગયું છે, શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકો પારાવાર પરેશાનીમાં મુકાઇ જવા પામ્યા છે.જયારે શંખેશ્વરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ સમી, શાંતપુરમાં દોઢ ઇંચ વરસાદ થવા પામ્યો છે. જયારે હારીજમાં પણ એક ઇંચ વરસાદ થવા પામ્યો છે.

(4:40 pm IST)