Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વરસાદના કારણે ૬૦૦૦ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયાઃ ૧૧ના મોત

વિજયભાઇ રૂપાણીએ વરસાદની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

રાજકોટ તા. ૧૦ :.. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજયમાં સાર્વત્રિક વરસાદ ની સ્થિતિ ની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માં યોજીને કરી હર્તીં

તેમણે રાજયના જિલ્લાઓ ના તંત્ર વાહકો પાસેથી તેમના જિલ્લા ની વરસાદી સ્થિતિ ની માહિતી ટેલિફોનિક વાતચીત કરીને મેળવી પરિસ્થિતિ નો અંદાજો મેળવ્યો હર્તોં

વિજય ભાઈ રૂપાણી એ આ બેઠક ની વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં આપી હર્તીં

તેમણે જણાવ્યું કે રાજયમાં પાછલા ૨૪ કલાક ના વરસાદ થી ઉકાઈ અને સરદાર સરોવર નર્મદા ડેમ ભરાઈ ગયા ર્છેં

રાજયમાં ૧૭ ડેમ ૧૦૦ટકા ભરાઈ ગયા છે તેમજ ૪૨ ડેમ ૭૦ ટકા થી વધુ ભરાઈ ગયા ર્છેં

તેમણે ઉમેર્યું કે ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે રાજયના જળાશયો માં ૫૬ ટકા પાણી હતું જયારે આ વર્ષે સારા વરસાદ થી અત્યાર સુધીમાં જ કુલ ૬૦ ટકા જળ સંગ્રહ થઇ ગયો ર્છેં

મુખ્યમંત્રી એ કહ્યું કે આ વરસાદ ને પરિણામેં રાજયમાં ૬૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ર્છેં

રાજયમાં આ વરસાદ થી કુલ ૧૧ માનવ મૃત્યુ થયા ર્છેં

વિજય ભાઈ રૂપાણી એ વરસાદ ની વિગતો આપતા કહ્યું કે સમગ્ર રાજય માં ૨૫૦ મી.મી થી ઓછો વરસાદ થયો હોય તેવા માત્ર ૧૫ જ તાલુકા રહ્યા ર્છેં ર્બાકી બધા જ તાલુકાઓ માં ૨૫૦ મી મી પાણી પડ્યું ર્છેં

રાજયમાં ગત વર્ષે ૧૦ ઓગષ્ટ સુધીમાં ૪૫૯.૯૧ મી.મી વરસાદ થયો હતો તેની સામે આ વર્ષે ૬૩૪.૮૨ મી.મી વરસાદ વરસ્યો ર્છેં

તેમણે કહ્યું કે રાજયમાં ૧૮ એન ડી આર એફ તેમજ ૧૧ એસ ડી આર એફ ટુકડીઓ ઉપરાંત આર્મી ને એરફોર્સ પણ વરસાદી સ્થિતિ માં બચાવ રાહત માટે તૈનાત છે. સુરેન્દ્રનગર ના ધ્રાંગધ્રા પાસે વાવણી ગામ માં પાણી માં ટ્રેકટર માં ફસાયેલા લોકોને તેમજ જામનગર ના બાલંભા ના એક બહેન ને હેલિકોપ્ટર થી એરલીફટ કરી રેસ્કયુ કરવામાં આવ્યા ર્છેં

તેમણે ઉમેર્યું કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ માં આગામી ૨૪ કલાક માં વરસાદ ની કરેલી આગાહી ને પગલે આ વિસ્તાર સહિત સમગ્ર રાજયના જિલ્લા કલેકટરો અને તંત્ર ને સાબદા કર્યા ર્છેં

જળાશયો માં વધારા ના આવતા પાણી પણ લોકો ને તકલીફ ન પડે તે રીતે છોડવાની સૂચના આપી છે એમ તેમણે જણાવ્યું હતું

 વિજય ભાઈ રૂપાણી એ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ જામનગર સહિત ની સ્થિતી ની ખાસ ચિંતા કરીને જિલ્લા કલેકટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર થી વાતચીત કરી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હર્તોં

તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં થયેલા અતિ વરસાદ ની માહિતી કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિગતે વાત કરી મેળવી હર્તીં

રાજકોટ શહેર માં નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયાં છે તેવા સ્થળો એ બચાવ અને મદદ માટે વડોદરા થી આર્મી ની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી ર્છેં

જામનગર અને નવસારી થી એન ડી આર એફ ની ટીમને પણ રાજકોટ પહોંચાડવા માં આવી રહી છે તેમ પણ તેમણે જણાવ્યું હતુંર્

મુખ્યમંત્રી સાથે આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડો.જે એન સિંહ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત ના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

(4:47 pm IST)