Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુપાલન અને ડેરી વિકાસ માટે કુંવરજીભાઇના આગેકદમ

કેન્દ્રીયમંત્રી ગિરીરાજસિંહને મળતા ગુજરાત પશુપાલન મંત્રી

ગાંધીનગર,તા.૧૦: પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભારત સરકારના પશુપાલન અને ડેરી વિકાસ મંત્રીશ્રી ગીરીરાજસિંહ સાથે રૂબરૂ મુલાકાત કરી ગુજરાતમાં પશુપાલન તથા ડેરીઉધોગ અંગેની વિગતો બાબતે ચર્ચા કરી , ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુપાલન તથા ડેરી ઉધોગ માટ જે વિશાળ તકો ઉધી થઇ શકે તેમ છે તે માટે સહયોગ મેળવવા / કેન્દ્ર સરકાર તરફથી જરૂરી આર્થિક સહાય માટે રૂબરૂ મળીને વિનંતી કરવામાં આવી હતી.

પશુપાલન -ડેરી ક્ષેત્રમાં ગુજરાત મોડલ સ્ટેટ તરીકે ઉભરી આવે તે માટેની લાગણી વ્યકત કરવામાં આવી અને તે અનુસંધાને શ્રી કુંવરજીભાઇ દ્વારા ભારત સરકારના પુશપાલન, ડેરી -વિજ્ઞાનને લગતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ , અમુલના વાઇસ ચેરમેન , મેનેજીંગ ડિરેકટર, ઉચ્ચ અધિકારી ઓ તથા રાજયના તમામ જીલ્લા દુધ ઉત્પાદક  સંધોના મેનેજીંગ ડિરેકટરો તથા અન્ય અધિકારીઓ સાથે અમદાવાદ મધર ડેરી ખાતે બેઠકનું આયોજન કરાયેલ. સૌરાષ્ટ -કચ્છના વંચિત વિસ્તારને પશુપાલન અને ડેરી વિકાસના સંદર્ભના ખાસ કરીને રાજયના અન્ય વિસ્તારો સાથે હરોળમાં મુકવાની  વ્યકત  કરવામાં આવી હતી .પશુપાલકોને ઉત્યાદનના સારા ભાવો મળે તથા પશુપાલન પ્રવૃતિનેને વધુ ઉતેજન મળે અને વિકાસના ફળો  છેવાડાનાં માણસોને પણ પ્રાપ્ત થાય તે માટે  પ્રયાસો કરાયા છે.

(3:15 pm IST)