Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

એક માત્ર માંડણ તાલુકામાં ૪ ઈંચ, ૨૫ તાલુકાઓમાં ૫ થી ૧૦ ઈંચ, બાકીના તમામ ૨૨૫ તાલુકાઓમાં ૧૦ ઈંચ થી વધુ

૯ દિ'માં ૩૨ ટકા વરસાદ વરસ્યો : ગુજરાતમાં કુલ સરેરાશ ૭૭.૮૮ ટકા વરસાદ

રાજકોટ તા. ૧૦ : ગુજરાતને વરસાદની બાબતમાં ઓગષ્ટ મહિને ફળ્યો છે. જુન જુલાઇમાં જેટલો વરસાદ પડેલ તેના કરતા વધુ વરસાદ ઓગષ્ટના પ્રથમ ૯ દિવસમાં  પડી ગયો છે. તા.૧ ઓગષ્ટની સવારે રાજ્યમાં મોસમના કુલ વરસાદના સરેરાશ ૪૬.૧૫ ટકા વરસાદ હતો તે આજની સવારે વધીને ૭૭.૮૮ ટકા થઇ ગયો છે. એટલે કે માત્ર ૯ દવસમાં ૩૧.૭૩ ટકા જેટલો વરસાદ થયો છે. હજુ આજે સવારથી રાજકોટ સહિત  રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ છે. સરેરાશ વરસાદનો આંક ટુક સમયમાં ૮૦ ટકાને પાર કરી જાય તેવા સંજોગો  છે. એક માત્ર અમદાવાદના માંડણ તાલુકામાં ૪ ઈંચ વરસાદ થયો છે. બાકીના તમામ તાલુકાઓમાં  પ ઈંચ થી વધુ વરસાદ થઇ ગયો છે.

રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદી માહૌલ વચ્ચે સાર્વત્રિક રીતે મેદ્ય મલ્હાર યથાવત રાખી છે. જેમાં બરવાળા તાલુકામાં ૩૮૦ મી.મી એટલે કે ૧૫ ઇંચ, મહુધામાં ૩૪૦ મી.મી અને ધંધુકામાં ૩૨૨ મી.મી એટલેકે ૧૩ ઇંચ, કડીમાં ૩૦૧ મી.મી અને ગઢડામાં ૨૯૭ મી.મી ઙ્ગએટલે કે ૧૨ ઈચ, રાણપુરમાં ૨૬૭ મી.મી અને ગલતેશ્વરમા ૨૫૬જ્રાક.મીટર મળી કુલ બે તાલુકામાં ૧૦ ઇંચ ઇંચ જેટલો ચુડામાં ૨૪૨ મી.મી અને કલોલમાં ૨૨૮ મી.મી મળી કુલ બે તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલો મુજબ આજે તારીખ ૧૦  સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઙ્ગધાંગધ્રા તાલુકામાં ૨૧૧ જ્રાક.મી,જોટાણામાં ૨૧૦ મી.મી, વલ્લભીપૂરમાં ૨૦૫ મી.મી, નાંદોદમાં ૨૦૧જ્રાક.મી અને છોટાઉદેપુરમાં ૨૦૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જયારે ડેડીયાપાડા ૧૯૨જ્રાક.મી, રાપર ૧૦૯જ્રાક.મી, થાનગઢમા ૧૮૬ મી.મી, વઢવાણમાં ૧૮૫ મી.મી, ગોધરામાં ૧૮૪જ્રાક.મી, ગાધીધામમાં૧૮૦ મી.મી,સાણંદમાં ૧૮૦જ્રાક.મી, ઉમરાળામાં ૧૮૦ મી.મી.,કઠલાલ ૧૭૭ મી.મી, મહેસાણામાં ૧૭૮ મી.મી,આણંદમાં ૧૭૧ મી.મી, ભચાઉમાં ૧૭૩ મી.મી,રાજકોટમાં ૧૭૧જ્રાક.મી અને ડેસર ૧૭૧ મી.મી મળી કુલ ૧૪ તાલુકાઓમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજયના ઠાસરા,ધોળકા, વિંછીયા,ચોટીલા,મોરબી, ટંકારા,ધ્રોળ, ઉમરપાડા, વિજાપુર, આમોદ, કોટડાસાંગાણી અને ઉમરેઠ મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ઙ્ગજયારે લાલપુર,જેતપુરપાવી, માતર ,જોડીયા મહેમદાવાદ,ખંભાત,જાંબુધોડા, ગોંડલ, બોરસદ,ધનસુરા,સુબીર, માંગરોળ, દસાડા,અમદાવાદ શહેર, સાયલા,હાલોલ, કરજણ,લખતર, મૂળી,લીબડી, લોધીકા, કલ્યાણપુર, સોજીત્રા, સમી, ભાવનગર, તારાપુર,બાબરા અને હિંમતનગર મળી કુલ ૩૦ તાલુકાઓમાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ઝોન વાઇઝ

સરેરાશ વરસાદ (ટકા)

સૌરાષ્ટ્ર -

૬૪.૧૫

મધ્ય ગુજરાત -

૭૭.૧૭

કચ્છ -

૬૧.૬૯

ઉતર ગુજરાત -

૫૧.૪૫

દક્ષિણ ગુજરાત -

૯૮.૩૧

સમગ્ર ગુજરાત -

૭૭.૮૮

(1:27 pm IST)