Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

૫૦ દિવસમાં સરદાર સરોવર ડેમ પૂર્ણ-ક્ષમતા ૧૩૮.૬૮ મીટર સુધી છલોછલ ભરી દેવાનો પ્લાન

અમદાવાદઃ ૫૦ દિવસમાં સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ ક્ષમતા ૧૩૮.૬૮એમ સુધી છલોછલ ભરી દેવા માટે માટે પ્લાન તૈયાર કર્યો છે. રાજ્ય સરકાર ડેમમાંથી એ પ્રમાણે પાણી છોડશે કે ડેમમાં પાણીનું સ્તર પ્રતિ ૪૮ કલાકે ૦.૩૦એમ જેટલું વધશે. શુક્રવારે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર પહેલીવાર ૧૩૧.૫૦એમ પહોંચ્યુ હતું. જે બાદ રાજ્ય સરકારે ૬ લાખ કયુસેક જેટલું પાણી છોડ્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના મેનેજિંગ ડિરેકટર રાજિવ ગુપ્તાએ કહ્યું કે, એ ખૂબ જરૂરી છે કે ડેમને ફુલ કેપેસિટી સુધી ભરીને એકવાર ટેસ્ટ કરવામાં આવે. ૨૦૧૭માં ડેમમાં ગેટ લગાડ્યા પછી આવું કયારેય કરવામાં આવ્યું નથી કેમ કે આ પહેલા આટલો વરસાદ પડ્યો નથી.' શુકવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેમ સાઇટ પર જઇને નર્મદા નીરના વધામણા કરી પૂજા કરી હતી. શુક્રવારે ડેમમાં પાણીનું સ્તર ગત વર્ષે આજ દિવસ કરતા ઘણું વધારે હતું. ગત વર્ષે આજ દિવસે ડેમમાં પાણીનું સ્તર ૧૧૦.૫૦ એમ હતું જેની આ વર્ષે પાણીનું સ્તર ૧૩૧.૫૦એમ હતું.

(1:24 pm IST)