Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઉકાઈ ડેમમાંથી 1,25 લાખ ક્યુસેક પાણી છોડાયું ; 13 દરવાજા ખોલાયા

ઉકાઈ ડેમની સપાટી 330,75 ફૂટને પાર પહોંચી :તાપી કિનારે એલર્ટ ;નદીમાં અવરજવર નહીં કરવા તાકીદ

 

તાપી ;ઉપરવાસની જબરી આવકને કારણે ઉકાઇની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમના 22 દરવાજા પૈકી  13 દરવાજા ખોલી નખાયા છે ડેમમાંથી કુલ 1,25 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહયું છે

  સુરતના કલેક્ટરે ઓડિયો કિલપ જાહેર કરી જણાવ્યું કે હાલ ડેમની સપાટી 330.47 ફૂટ પર પહોંચી  હાલ ડેમમાં 5.47 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહીયું છે.  લોકોને તાપી નદીના કિનારા પર નહીં જવાની કરી અપીલ કરવામાં આવે છે.
  લેવલ - 330.80 ફૂટ ઇન ફ્લો, 5,54,000 ક્યુસેક, 1,25,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, 12 ગેટ 5 ફૂટે ખોલવામાં આવ્યા, 01 ગેટ 3 ફૂટે ખોલવામાં આવ્યો, કુલ 13 ગેટ ખોલવામાં આવ્યા અને હાઇડ્રોના ચાર યુનિટ ખોલી સવા લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.
   દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજા પૈકી 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની હાલ ની સપાટી 330 ફૂટ પર પોહચી છે ડેમમાં 6 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઇ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમના દરવાજા ગત 2015ના વર્ષમાં ખોલવામાં આવ્યા હતા, જે બાદ ચાલુ વર્ષે પ્રથમવાર ખોલતા ડેમનો રમણીય નજારો જોવા આજુબાજુ વિસ્તારના લોકો પોહચી ગયા હતા. તો પ્રશાસન દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

    સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે એક ઓડિયો મેસેજ જાહેર કરીને ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરી છે. સાથે સાથે કલેક્ટરે એવું પણ કહ્યું છે કે પાણી છોડવાથી સુરત શહેરને કોઈ ખતરો નથી. આથી કોઈએ ખોટી અફવા ફેલાવવી નહીં.

    સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે ઓડિયો સંદેશ આપતા કહ્યું છે કે, "આજે તા. 9 ઓગસ્ટ, 2019ના રોજ બપોરે 2 કલાકે ઉકાઇ ડેમની સપાટી 327.39 ફૂટ છે. ડેમનું રુલ લેવલ 335 ફૂટ છે. હાલ ડેમમાં 6.69 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ રૂલ લેવલથી આઠ ફૂટ જેટલો ખાલી છે. સાંજે ચાર કલાકે ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે.

 

(11:24 pm IST)