Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરૂ : છ તાલુકામાં સિઝનનો છ ઇંચથી ઓછો વરસાદ

કુલ 46 તાલુકા પૈકી 22 તાલુકામાં 11 ઇંચથી ઓછો અડધો અડધ વિસ્તારમાં અપૂરતો વરસાદ :સૌથી વધુ સાબરકાંઠામાં તમામ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ

 

 ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરૂ થયો છે સાર્વત્રિક વરસાદ વચ્ચે હજુ શનિવાર સુધી મેઘરાજા મહેરબાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે ત્યારે ગત ૧૫ જૂનથી આજે શુક્રવારે સવારે વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં 6 તાલુકા હજુ પણ અછત સમાન છે જ્યાં ચોમાસુ સિઝન 6 ઇંચ થી ઓછો વરસાદ નોંધાયો છે.

  ઉત્તર ગુજરાતમાં ચોમાસુ શરૂ થયાના બે મહિના પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સૌથી વધુ ખુશી સાબરકાંઠા જિલ્લામાં છે. જ્યાં તમામ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. સાથે વિસનગર, વડનગર, સાંતલપુર, ચાણસ્મા, શંખેશ્વર અને દાંતીવાડા તાલુકામાં સીઝન નો કુલ વરસાદ 6 ઇંચ પણ હોવાનો ડીઝાસ્ટર કચેરી દ્વારા રિપોર્ટ આવ્યો છે. એટલે કે, ભર ચોમાસે અને ધોધમાર વરસાદ ની આગાહી વચ્ચે પણ તાલુકાઓ શુક્રવાર સવાર સુધી અછત સમાન મનાય છે.

, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના કુલ 46 પૈકી 22 તાલુકામાં 11 ઇંચથી ઓછો વરસાદ જીલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ માં નોંધાયો છે. એટલે કે, ઉત્તર ગુજરાતનો અડધો અડધ વિસ્તારમાં ચોમાસાના મધ્યકાળ અપુરતી વરસાદ હોવાનું સામે આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં અત્યાર સુધી પડેલા વરસાદ સામે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં અપુરતી કહી શકાય.

(12:03 am IST)