Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

છોટાઉદેપુરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો : પાવી જેતપુરમાં 4 ઈંચ વરસાદ : રામી ડેમ ઓવરફ્લો

નસવાડી અને સંખેડામાં 2 ઈંચ, બોડેલીમાં સવા બે ઈંચ અને કવાંટમાં પોણા બે ઈંચ વરસાદ

છોટાઉદેપુરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન રહેતાં રામી ડેમ ઓવરફ્લો થયો છે.  સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં  નસવાડીમાં 2 ઈંચ, પાવી જેતપુરમાં 4 ઈંચ, કવાંટમાં પોણા બે ઈંચ, છોટાઉદેપુરમાં 5 ઈંચથી વધુ, સંખેડામાં 2 ઈંચ, બોડેલીમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સતત વરસાદના પગલે જળાશયો છલકાય રહ્યાં છે ત્યારે રામી ડેમની સપાટી 196.80 મીટર જ્યારે સુખી ડેમની સપાટી 144.20 મીટરે પહોંચી છે.

(9:11 pm IST)