Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ગોધરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: રામસાગર તળાવમાં નવા નીરની આવક

ગોધરા સહિતના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ: મેશરી નદીમાં પણ નવા નીર

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પંચમહાલમાં  મેઘરાજાએ જમાવટ કરી છે. બે દિવસથી પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે

  . જિલ્લામાં ગોધરા સહિતના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. ગોધરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે. ગોધરાના રામસાગર તળાવમાં નવા નીરની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે. તો મેશરી નદીમાં પણ નવા નીર વહેતા થયા છે.

(9:08 pm IST)