Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વડોદરાના ડભોઇમાં ધોધમાર 6 ઈંચ વરસાદ : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ધોધમાર વરસાદને લઈને પોતાનો મલબત પાક બળી જવાની ખેડૂતોમાં ભીતી

આગામી બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ વડોદરાના ડભોઇમાં  વહેલી સવારથી જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. ડભોઇ પંથકમાં 24 કલાકમાં 6 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ ખેડુતો દ્વારા પણ ધોધમાર વરસાદને લઈને પોતાનો મલબત પાક બળી જવાની ખેડૂતોમાં ભીતી સેવાઈ રહી છે

(9:06 pm IST)