Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વડોદરાનું કરનાળી ગામ બેટમાં ફેરવાયું :400 લોકોનું સ્થળાંતર: કુબેરભંડારી મંદિર જવાનો માર્ગ બંધ

નર્મદા નદીના કાંઠા વિસ્તારોના ગામોમાં પાણી ઘૂસી ગયા

નર્મદા સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેની સીધી અસર વડોદરાના ડભોઇ તાલુકાના 3 ગામોમાં જોવા મળી છે. વડોદરાનું કરનાળી ગામ બેટમાં ફેરવાઇ ગયું છે અને 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાણી છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારોના ગામોમાં પાણી ઘૂસી ગયા છે

  જિલ્લા કલેક્ટરના આદેશને પગલે મેડિકલની ટીમ, નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમ કરનાળી ગામ પહોંચ્યા હતા. ગામમાં પાણી આવતા કુબેરભંડારી મંદિર જવાનો માર્ગ બંધ થયો છે. હાલમાં જિલ્લામાં વરસાદનું પણ આગમન થયુ છે. ધીમી ગતિથી પાણી આગળ વધી રહ્યુ છે. આગામી સમયમાં પાણી અનેક વિસ્તારોમાં જાય તેવી શક્યતા છે.

(9:03 pm IST)