Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કાંકરેજમાં ધોધમાર વરસાદ ;થરામાં ઠેર ઠેર પાણી ભરાયા ;ગટર ઉભરાતા તંત્રની બેદરકારી ખુલી

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. થરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. પાલિકાના અમુક વિસ્તારોમાં ગટર ઉભરાવાના બનાવો સામે આવતા પાલિકાની પોલ ખુલી ગઇ છે. થરા બજારમા આવેલા સર્વિસ રોડની ગટરો ઉભરાતા વેપારીઓ અને વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

(8:24 pm IST)