Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સુરતમાં ૧૨ વર્ષનો જીનેશ ફેરારી કારમાં દિક્ષા મૂર્હુત માટે વાજતે-ગાજતે જીનાલયે પહોંચ્યો

સુરત :સુરતમાં જાણે દિક્ષા લેવાનો ટ્રેન્ડ શરૂ થયો હોય તેવુ લાગી રહ્યુ છે. હવે 12 વર્ષના જીનેશએ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરી લેતા આજે ફેરારી કારમા તે દિક્ષા મુહુર્ત માટે જિનાલય ખાતે પહોંચી ગયો હતો. ઢોલ નગારા સાથે વાજતા-ગાજતા પરિવારજનો સાથે જિનાલય પહોંચી દિક્ષા મુહુર્તનો સમય લીધો હતો.

સુરતના અઠવાગેટ વિસ્તારમા રહેતા વિમલ પરીખ ટાઇલ્સની કંપનીમા માર્કેટિંગ કરે છે. વિમલભાઇનો 12 વર્ષીય પુત્ર જિનેશએ 10 વર્ષની ઉંમરમા સંયમનો માર્ગ લેવાનો નિર્ણય કરી લીધો હતો. ધોરણ-5નો અભ્યાસ કર્યા બાદ જિનેશ જૈન મુનિના સાનિધ્યમા રહેવા લાગ્યો હતો. બે વર્ષથી જૈનમુનિ સાથે વિવિધ સ્થળો પર ફરી આખરે 12 વર્ષની ઉંમરે તેણે સંયમનો માર્ગ અપનાવી દુનિયાની મોહમાયા છોડવાનુ નક્કી કરી લીધુ હતુ.

આજે જિનેશ તેના પરિવારજનો સાથે દિક્ષા મુહુર્ત લેવા માટે જિનાલય જૈન મુનિ પાસે પહોંચ્યા હતા. જોકે તે પહેલા ઘરેથી વરઘોડા સાથે જિનેશનું સ્વાગત કરાયુ હતુ. તથા જીવનમાં છેલ્લા મોજશોખ પૂરા કરવા માટે તેના પિતાએ ફેરારી કારમા તેનો વરઘોડો કાઢ્યો હતો. સંયમના માર્ગ પર જનાર જિનેશના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી હતી. તેને જણાવ્યુ હતુ કે જીવનનુ સાચુ સુખ ગુરુજીના ચરણોમા જ છે.

(6:02 pm IST)