Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વડોદરામાં દશામાં અને ગણપતિજીની મૂર્તિઓના વિસર્જન માટેના તળાવમાં ત્રણ મગરે દેખા દીધી

વડોદરાઃ વડોદરામાં ધાર્મિક કાર્યક્રમોમાં ભગવાનની મૂર્તિઓના વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ બનાવાવમાં આવ્યું હતું જેમાં દશામાની મૂર્તિ અને ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે.

ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં પાણી ઓસરવા માંડ્યાં છે. પરંતુ પાણી ઓસરતાં બીજી સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. નદીમાં રહેતાં જળચર પાણીઓ પાણીના વહેણમાં બહાર આવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીમાંથી મગર, વિશાળ કાચબા બહાર આવી રહ્યા છે. પ્રાણીઓના રેસ્ક્યુ માટે વડોદરાના અલગ- અલગ વિસ્તારોમાંથી રોજના ૧૫ જેટલા કૉલ આવે છે. ત્યારે નવલખીમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં એકસાથે ત્રણ મગર નીકળ્યા છે.પૂરના પાણી ઓસર્યા બાદ મગરો નીકળવાનો સિલસિલો યથાવત્ છે. રોજેરોજ અલગ-અલગ વિસ્તારોમાંથી નીકળતા મગરોને રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યારે નવલખીમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં મગરો નીકળ્યા હતા. કૃત્રિમ તળાવમાંથી એકસાથે ત્રણ મગર નીકળતાં લોકો ચોંકી ગયા હતા. વન વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને ત્રણેય મગરોને રેસ્ક્યુ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરામાં ધાર્મિક કાર્યક્રમોમાં ભગવાનની મૂર્તિઓના વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ બનાવાવમાં આવ્યું હતું જેમાં દશામાની મૂર્તિ અને ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે.વનવિભાગની ટીમ મગર ઉપરાંત સાપ અને કાચબાને પણ રેસ્ક્યુ કરી રહ્યા છે. ગઈ કાલે સવારે રેસ્ક્યુની ટીમને ભીમનાથ બ્રિજ પાસે એક મહાકાય કાચબો ઘાયલ અવસ્થામાં કિનારા નજીક જોવા મળ્યો હતો. રેસ્ક્યુ ટીમને કૉલ મળતા રેસ્ક્યુ ટીમના સભ્યો પહોંચી ગયા હતા. તો સોમા તળાવ ખાતે આવેલા ગૅસ ગોડાઉન પાસેથી ૩૫ કિલોનો કાચબો રેસ્ક્યુ કરાયો હતો

(5:59 pm IST)