Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ભરૂચમાં બોગસ એસઓજી પોલીસ તરીકેની ઓળખ આપીને લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં બોગસ એસ..જી પોલીસ તરીકેની ઓળખ આપી લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો આરોપીઆરીફ અબ્દુલ પટેલ રહેવાસી કંથારીયા તાલુકો ભરૂચ નાઓ વિરોધ ફરિયાદી યાસિન ઇતિહાસ પટેલ રહેવાસી સી.૨૯ અમનપાર્ક સોસાયટી દહેજ બાયપાસ રોડ ભરુચને ખોટી એસ..જી પોલીસ તરીકેની ઓળખ આપી કૌભાંડમાં સંડોવી દેવાની ધમકી આપી ફરિયાદીની વ્યવસાયિક અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી ફરિયાદી પાસેથી ઠગાઇ કરી રૂપિયા કઢાવવા પ્રયત્ન કરતો હોય ફરિયાદી ભરૂચ એસ..જી પોલીસ નો સંપર્ક કરાતાં પોલીસે આરોપીને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું જે છટકા માં આરોપી ફસાઈ જતાં તેની અટક કરવામાં આવી હતી એસ..જી પી આઈ પી.એન. પટેલ તેમજ સ્ટાફના ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્ર જુલાલ ,શૈલેષ ઇશ્વરભાઇ ભૂમિકાબેન ધર્મદાસ વગેરે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલ હતું

(5:58 pm IST)