Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

મોટુ-પતુલએ વસ્ત્રાપુર ગાર્ડનમાં નાટક રજૂ કરીને રોમાંચિત કર્યા

મોટુ-પતુલુ સાથે સેલ્ફી લેવા રીતસરની પડાપડીઃ ફ્રુટ વેચનાર ફ્રુટવાળો, શાકભાજી વેચનાર શાકભાજીવાળો તો કચરો સાફ કરનારાને કચરાવાળો જ કેમ કહેવાય છે

અમદાવાદ, તા.૧૦: આગામી તા.૧૫મી ઓગસ્ટે ૭૨મા સ્વાતંત્રદિનની ઉજવણી પૂર્વે દેશની નંબર વન બાળકોની મનોરંજન ચેનલ નિકલોડિયનના સૌથી લોકપ્રિય કાર્ટુન કલાકાર મોટુ અને પતલુ આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. શહેરના વસ્ત્રાપુુર ગાર્ડન ખાતે આજે મોટુ અને પતલુએ સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓ સાથે મળી સ્વચ્છતા ઝુંબેશ, લાંચની બદીને નાથવા, વ્યસન મુકિત, બેટી બચાવો-બેટી પઢાઓ સહિતના સામાજિક વિષયોને લઇ હૃદયસ્પર્શી  નાટક રજૂ કરી સમાજને અનોખો સંદેશો આપ્યો હતો. વસ્ત્રાપુર ગાર્ડનમાં ખૂબ મોટી સંખ્યામાં મોટુ-પતલુને જોવા ઉમટેલા બાળકો, મહિલાઓ સહિતના નાગરિકોએ મોટુ-પતલુ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સામાજિક સંદેશો આપતાં નાટકને જોઇ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને ચરિતાર્થ કરતાં વિષયને લઇ મોટુ અને પતલુ અને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓએ જોરદાર લાગણીસભર સંદેશો આપ્યો હતો કે, તમારી સોચ(વિચારો) અપગ્રેડ કરો(બદલો) તો, દેશ અપગ્રેડ થશે(બદલાશે). નાના બાળકો અને મહિલાઓએ એક તબક્કે મોટુ-પતલુ સાથે હાથ મિલાવવા અને સેલ્ફી ખેંચાવવા ભારે પડાપડી કરી હતી. તા.૧૫મી ઓગસ્ટના આ વર્ષના સ્વાતંત્રદિનની ઉવજણી નિમિતે નિકલોડિયન હેશકરોસોચઅપગ્રેડ(તમારી સોચ-વિચારો બદલો)ના અનોખા કન્સેપ્ટ સાથે આઝાદીનો મતલબ ખરા અર્થમાં સમજાવવામાં વ્યસ્ત છે. જેના ભાગરૃપે દેશની નંબર વન બાળકોની મનોરંજન ચેનલ નિકલોડિયનના સૌથી લોકપ્રિય કાર્ટુન કલાકાર મોટુ અને પતલુ આજે બપોરે શહેરના વસ્ત્રાપુર ગાર્ડનમાં આવ્યા હતા. મોટુ-પતલુની સાથે મુંબઇની હાફ વાઇઝ બીઇંગ સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓએ અનોખો હૃદયસ્પર્શી પ્લે(નાટક) રજૂ કર્યું હતું અને તેમાં ફ્રુટ વેચનારને ફ્રુટવાળો, શાકભાજી વેચનારને શાકભાજીવાળો કહેવાય છે તો, સફાઇ કરનારને કચરાવાળો કેમ કહેવાય છે? ખરેખર તો, સફાઇ કામદારો તો કચરો સાફ કરે છે અને કચરો જાહેરમાં સમાજના લોકો-નાગરિકો દ્વારા જ ફેંકાતો હોય છે. તો લોકોએ સ્વયં જાગૃતિ કેળવવી પડશે અને પોતાના શહેરને પોતાનું ઘર જ ગણી તેને પણ સ્વચ્છ રાખવાની આદત કેળવવી પડશે અને આ માટે સમાજમાં સૌકોઇએ જાગૃતિ કેળવવી પડશે. અપના ઘર સાફ હે તો, દેશ ગંદા કયોં? સ્વચ્છતાના અભાવે ગંદકી અને પ્રદૂષણના કારણે થતી બિમારીઓ, પર્યાવરણને થતાં નુકસાન અને દેશની પ્રતિષ્ઠાને લાગતી ઝાંખપના માઠા પરિણામો એક માત્ર સોચ(વિચાર) બદલવાથી ટાળી શકાય છે. એટલે તમારી સોચ અપગ્રેડ કરો(બદલો) તો, દેશ આપોઆપ અપગ્રેડ થશે. મોટુ-પતલુ અને હાઇ વાઇઝ બીઇંગ સંસ્થાના કાર્યકર્તાઓનો હૃદયસ્પર્શી પ્લે જોઇ ઉમટેલા બાળકો, મહિલાઓ સહિતના નાગરિકોએ તાળીઓના ગડગડાટથી તેમના સામાજિક સંદેશાને વધાવી લીધો હતો અને સ્વચ્છતાનો અનોખો સંકલ્પ લીધો હતો. મોટુ-પતલુ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્લેના અભિનયને લઇ વસ્ત્રાપુર ગાર્ડનમાં આજે એક તબક્કે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. નાના બાળકો, યુવાઓ અને મહિલાઓએ તો, મોટુ-પતલુ સાથે સેલ્ફી ખેંચાવવા રીતસરની પડાપડી કરી હતી. મોટુ-પતુલએ બાળકોને હાથ મિલાવી, તેમની સાથે ડાન્સ કરી, સેલ્ફી પડાવી મોજમસ્તી કરાવી દીધી હતી. મોટુ-પતલુ સાથે ધમાલમસ્તી કરી બાળકો ખુશીથી ઝુમી ઉઠયા હતા.

(9:50 pm IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST