Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભરૂચ એલસીબીનો સપાટો :વિદેશી દારૂ ભરેલી છ લકઝરી કાર ઝડપી : 1 કરોડના મુદામાલ સાથે છ આરોપીની અટકાયત

નર્મદા કેબલ બ્રિજ પાસે બે પાઈલોટીંગ કરતી કાર સાથે એક પછી એક છ વૈભવી કારોનો કાફલો પસાર થઇ રહ્યો હતો.

ભરૂચ એલ.સી.બીએ સપાટો બોલાવ્યો છે ઝાડેશ્વરના કેબલ બ્રીજ નજીકથી વિદેશી દારૂ ભરીને પસાર થતી છ લકઝરીયસ કારને ઝડપી પાડી હતી અને કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે છ આરોપીઓની અટકાયત કરી હતી.

   ભરૂચ એલસીબી  બાતમીના આધારે નર્મદા નદી પરના કેબલ બ્રીજ પાસે વોચમાં હતી આ દરમિયાન બે પાઈલોટીંગ કરતી કાર સાથે એક પછી એક છ વૈભવી કારોનો કાફલો પસાર થઇ રહ્યો હતો. પોલીસે તેને અટકાવી તલાશી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ વૈભવી કારોમાં ખુબ મોટા જથ્થામાં વિદેશી દારૂ નજરે પડ્યો હતો. પોલીસે હાલતો તમામ કાર જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

(6:31 pm IST)