Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ગૌરક્ષકની હત્યાના વિરોધમાં માલધારી સમાજની રેલી હિંસક : નંદાસણ પાસે પોલીસ પર પથ્થરમારો :ટીયરગેસના સેલ છોડાયા

કડીના ખેરપુર ગામના ગૌરક્ષકની હત્યાથી રોષે ભરાયેલા માલધારી સમાજે યોજેલી રેલી હિંસક બની છે કેટલાક શખ્સોએ પોલીસ પર કાંકરીચાળો કરાતાં મામલો ગરમાયો હતો.. પોલીસ પર પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને સ્થિતિ થાળે પાડવા ટીયરગેસના સેલ છોડ્યા હતા

   કડીના ખેરપુરના ગૌરક્ષક રાજુભાઇ દેસાઇની ગત 25મીએ નંદાસણ હાઇવે પરની એક હોટલમાં કેટલાક શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરાતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે આ મામલે યોગ્ય કામગીરી કરતી ન હોવાની તેમજ આરોપીઓની ધરપકડ કરી ન્યાય અાપવાની માંગને લઇને માલધારી સમાજ દ્વારા રાજપુરથી નંદાસણ સુધી રેલી યોજવામાં આવી હતી. 

નંદાસણ પાસે અકાદ કિલોમીટરના અંતરે રેલીમાં કેટલાક શખ્સો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાતાં મામલો ગરમાયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. જોકે બાદમાં સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો

(5:19 pm IST)