Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

રાજપીપળાની આસપાસના કોઈ પેટ્રોલ પંપ પર પાણી યુક્ત પેટ્રોલ મળતા ગ્રાહકને લાગ્યો ઝટકો

પુરવઠા વિભાગની મીઠી નજર હેઠળ ચાલતા પેટ્રોલ પંપો, ગેસ સિલિન્ડર સહિતના ડીલરો ગ્રાહકોને ગાંઠતા ન હોય ત્યારે મિલાવટ કરી ગ્રાહકોને છેતરનારા તત્વો સામે કોણ પગલાં લેશે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત આસપાસમાં આવેલા પેટ્રોલ પંપો પૈકી અમુક પંપો ઉપર પેટ્રોલ,ડીઝલમાં મિલાવટ થતી હોવાની વાત સામે આવી છે ત્યારે ગ્રાહકોને છેતરી તગડી કમાણી કરતા આવા તત્વો સામે પગલાં જરૂરી બન્યા છે.પરંતુ પુરવઠા વિભાગની મીઠી નજર હેઠળ ચાલતા આવા એકમો બિન્દાસ પણે ગ્રાહકો ને છેતરી લૂંટ કરતા આવ્યા છે ત્યારે જો કોઈ જાગૃત ગ્રાહક નાગરીક ફરિયાદ કરે તો પણ તંત્ર ની સાંઠગાંઠમાં ચાલતા આવા એકમોના માલિકોનો વાળ પણ વાંકો થતો નથી માત્ર તપાસના નામે ધતિંગ જ થાય છે એ બધા જાણે જ છે. માટે આવા તત્વો બિન્દાસપણે ગ્રાહકોને છેતરતા રહે છે.
  ગતરોજ રાજપીપળા ના એક ગ્રાહકે પોતાની મો.સા.માં પેટ્રોલ પુરાવ્યું બાદ થોડાક કી.મી.ચાલી મો.સા.બંધ પડી જતા નજીકમાં એક કારીગરને બતાવતા કારીગર સાથે ખુદ ગ્રાહક ને પણ ઝાટકો લાગ્યો કેમ કે પેટ્રોલ માં અન્ય હલકી ગુણવત્તા વાળુ લિકવિડ મિલાવટ કરી કમાણી કરાતી હોય તેવી ઘટના ઘણી વખત સામે આવી છે પણ આ કિસ્સા માં તો પેટ્રોલ માં પાણી ની મિલાવટ જોવા મળતા ત્યાં ઉભેલા સૌ આશ્રયચકિત થઈ ગયા.જોકે ગ્રાહકના જણાવ્યા મુજબ અગાઉ તેની કાર માં પણ આજ રીતે પાણી યુક્ત પેટ્રોલ મળી આવ્યું હતું ત્યારે પણ કાર અધવચ્ચે બંધ થતાં આ બાબત બહાર આવી હતી.ત્યારે વારંવાર ગ્રાહકો સાથે થતી આવી છેતરપિંડી બાદ પુરવઠા વિભાગ જિલ્લા ના દરેક પેટ્રોલ પંપોની આકસ્મિક તપાસ કરે એ જરૂરી.

(7:48 pm IST)