Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

રાજસ્થાનના બુટલેગરો દ્વારા ટ્રેલરમાં વોલપૂટીની આડમાં દારૂ મોકલનાર ટ્રેલર સહીત ત્રણ ઈસમોને પોલીસે રંગે હાથે ઝડપ્યા

રાધનપુર:ગુજરાતમાં દારુબંધી હોવાને કારણે બુટલેગરો દ્વારા રાજ્યમાં દારુ ઘુસાડવા નીત નવા કિમીયાઓ અજમાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના બુટલેગર દ્વારા ટેઈલરમાં વોલપુટીના પાઉચની આડમાં કચ્છના ભચાઉ તાલુકામાં વિદેશી દારૃ મોકલવાની મોડસ ઓપરેન્ડીની જાણ સાંતલપુર પોલીસને થતા પોલીસે ટેઈલર સહિત ત્રણ ઈસમો પોલીસે ઝડપી લીધા હતા.

સાંતલપુર તાલુકાના સીધાડા તરફથી આડેસર તરફ આવતા ટેઈલરમાં વિદેશી દારુ ભરેલ હોવાની બાતમી સાંતલપુર પોલીસને મળતા પોલીસે બાતમી આધારીત ટેીલરને ગરામડી પાટીયા નજીક ઉભુ રખાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ટેઈલરના પાછળના ભાગે બાંધવામાં આવેલ તાડપત્રી ઉંચી કરીને તપાસ કરતા વોલપુટીના પાઉચ ભરેલા હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે વોલપુટીના પાઉચ હટાવીને તપાસ કરતા નીચે વિદેશી દારુની પેટીઓ હોવાનું પોલીસને માલુમ પડયું હતું. પોલીસે ટેીલરને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા અંદરથી બિયરના ટીનની ૪૫ પેટીઓ રૃ.૪૩,૨૦૦ તથા વિદેશી દારુની પેટી નંગ-૨૫ સાથે ટ્રેઈલરમાં બેઠેલા વિરમારામ ચેતનરામ જાટ તથા હરીરામ ચેતનરામ જાટ અને જસારામ જેઠારામ જાટ તમામ રહે.સોડીયાર ભુંકસરા, તા.ચૌહાટન, જિ.બાડમેર રાજસ્થાનવાળાને પકડી પોલીસે દારુ બાબતે પુછપરછ કરતા ટેઈલર ચાલકે જણાવેલ કે જુજારામ સાંવલરામ જાટ રહે.ભોમાનીયોકી ઢાણી, બાચરાઉ, તા.ચૌટાન, જિ.બાડમેર રાજસ્થાનવાળા પાસેથી વિદેશી દારુ લાવેલ અને દારુ બલસરા (આહીર) હરીભાઈ ભારાભાઈ રહે.૬૩, આહિર સ્ટ્રીટ, ગોકુલગામ, તા.ભચાઉની કચ્છવાળાને ગાંધીધામ ખાતે આપવાનો હોવાનું જણાવતા પોલીસે ટેીલર સહિત રૃ.૧૪,૮૬,૦૦૦નો મુદ્દામાલ પકડી તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:56 pm IST)