Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કોરોના લોકડાઉન વચ્ચે પ્રવાસન સ્થળોને મંજૂરી મળી નથી ત્યારે નર્મદા ટેન્ટ સીટીમાં લગ્ન માટેનું ખાસ આયોજન

આ પેકેજમાં મિડલકલાસ ફેમિલીને પરવડે તેવો ભાવ હાલ આ મંદીના સમયમાં ટેન્ટ સિટી મેનેજમેન્ટ દ્વારા રખાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : કોરોનામાં સરકાર દ્વારા દેશભરમાં લાગુ કરેલ લોકડાઉનને લઈને તમામ ધંધા રોજગારો પર અસર પડી છે. જેમાં હાલ અનલોક-૨ માં તમામ છૂટછાટો આપી છે. પરંતુ હજુ પ્રવાસન સ્થળો ખોલવાની સરકારે મંજૂરી આપી નથી. એટલે છેલ્લા 3 મહિનાથી કરોડોના રોકાણ છતાં પ્રવાસીઓની ગેરહાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુમાં આવેલ ટેન્ટ સીટી 1 અને 2, રમાડા હોટેલ સહિત તમામને મોટી ખોટ સહન કરવી પડી છે.

  કોરોના વાયરસ સમગ્ર ભારત દેશમાં વધુ ફેલાઈ રહ્યો હોય તેને કાબુ કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.છતાં હજુ ત્રણ ચાર મહિના પ્રવાસન ધામો ખુલી શકે એવી શક્યતાઓ જણાતી નથી.માટે ટેન્ટ સીટી 1 અને ટેન્ટ સીટી 2 કેવડિયા નર્મદા ડેમ સાઈડ તરફ આવી હોય તેમણે હાલ વેડિંગ માટે ના પેકેજ જાહેર કર્યા છે. એટલે સરકાર ની ગાઈડલાઈ પ્રમાણે 50 જેટલા સભ્યોની હાજરીમાં લગ્ન પ્રસંગ ને મંજૂરી મળી છે.ત્યારે નર્મદા ટેન્ટ સિટીઓમાં હવે લગ્ન પ્રસંગો નું આયોજન કરી ખોટ ને સરભર કરવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 ટેન્ટ સિટી 1 ખાતે એક લગ્ન પ્રસંગ માટે નું 2.50 લાખ નું પેકેજ બનાવવામાં આવ્યું છે. 50 લોકો માટે જરૂરિયાત પ્રમાણે ચા નાસ્તો,વેલકમ જ્યુસ,કોકટેલ,આઈસ્ક્રીમ સહિત ની અનેક વેરાયટી સામેલ હશે.આ સાથે ડેકોરેશન પણ કરવામાં આવશે.આ પેકેજ માં મિડલકલાસ ફેમિલી ને પણ પરવડે તેવો ભાવ હાલ આ મંદીના સમય માં ટેન્ટ સિટી મેનેજમેન્ટ દ્વારા રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(11:14 am IST)