Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કોરોના ભગાડવાનો દાવો કરી લોકોને ઠગતા ભૂવાને પોલીસે મેથીપાક ચખાડ્યો

ડભોઇના નડા ગામે એક ઢોંગી માતાજી આવતા હોય તેવું કહી દર્દીઓ પાસેથી નાંણા ખંખેરતો

 

વડોદરા : ડભોઇના નડા ગામે એક ઢોંગી માતાજી આવતા હોય તેવું કહી દર્દીઓ પાસેથી નાંણા ખંખેરતો હતો. ભૂવો દર્દીઓને ભેગા કરી ઢોંગ કરતો હતો. દરમિયાન ડભોઈના નડા ગામલોકોએ ભૂવાને પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી લીધી છે.

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. મહામારીને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના ભગાવવાનો દાવો કરનાર અને લોકો પાસેથી પૈસા પડાવનાર બાવાને પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

માતાજીના નામ પર ધૂંણતા ભુવાને ગ્રામલોકો પોલીસને સોંપ્યો છે. કોરોનાની મહામારીમાં ભક્તોને ભેગા કરતા ભુવો પોલિસની પકડમાં આવી ગયો છે. જંબુસર, ભરૂચ, વડોદરાથી તમામ રોગના દર્દીઓને બોલાવી ભુવો તેમના રોગનું નિદાન કરવાનું કહેતો હતો જોકે ગ્રામલોકો દ્વારા તાલુકા સભ્યને અંગે જાણ કરતા પાંખડીની લીલા બહાર આવી ગઇ હતી. પોલીસે ભુવાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:20 am IST)