Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

શિનોર પંથકમાં તળાવની વચ્ચે ઝાડ પર ચાર દિ'થી ફસાયેલ વાનરોનું રેસ્ક્યુ કરાયું

વનવિભાગના જવાનોએ લાઇફ જેકેટ પહેરીને તળાવમાં ઉતરીને કપિરાજને બહાર કાઢ્યો

શિનોર તાલુકાના વણિયાદ ગામે 4 દિવસની તળાવની વચ્ચે પીપળના ઝાડ પર ફસાયેલા 4 કપિરાજને બચાવી લેવાયા હતા

 . સિનોર તાલુકાના આ ગામમાં ભારે વરસાદ થયો હતો. નદીઓ ગાંડીતૂર બની છે.જેમાં તળાવની વચ્ચે આવેલા ઝાડ પર વસવાટ કરતા આ કપિરાજ ચાર દિવસથી પાણીની વચ્ચે જ હતા. ત્યારે સ્થાનિકોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વનવિભાગે દોરડુ બાંધીને ચારે કપિરાજને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.

વનવિભાગના જવાનોએ લાઇફ જેકેટ પહેરીને તળાવમાં ઉતરીને પીપળ સાથે દોરડુ બાંધ્યુ હતું. અને તેનો બીજો છેડો બીજે કાંઠે બાંધ્યો ત્યારે સમજદાર કપિરાજ એક પછી એક દોરડા પર ચાલીને જાણે સર્કસનો કરતબ કરતા હોય તેવી રીતે બહાર આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.

(12:14 am IST)