Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

બાબા સાહેબ આંબંડકર યુનિવર્સિટીની પરીક્ષામાં મોટો છબરડો :કાલનુ પેપર આજે લેવામાં આવ્યું

એફ.વાય.બી.એ.માં પોલિટિકલ સાયન્સ-1નું પેપર હતું.

અમદાવાદ : બાબા સાહેબ આંબેડકર યુનિવસિર્ટી દ્વારા પરીક્ષામા રાજ્ય વ્યાપી મોટો છબરડો કર્યો હોવાનુ સામે આવ્યુ છે. આજરોજ એફ.વાય.બી.એ.માં પોલિટિકલ સાયન્સ-1નું પેપર હતું.જો કે યુનિવસિર્ટીના પરીક્ષા વિભાગના સત્તાવાળાની બેદરકારીના કારણે આવતીકાલનું પેપર આજે લેવામા આવ્યું હતું. તો સાથેજ પેપરનો વિષય આજનો લખ્યો હતો જ્યારે કે પેપરમા પુછવામા આવેલ પ્રશ્નો આવતીકાલના પેપરના હતા. જેથી પેપર વિદ્યાર્થીઓના હાથમા આવતા વિદ્યાર્થીઓમા રોષ જોવા મળ્યો હતો. જો કે યુનિવર્સિટી અને વિદ્યાર્થીો વચ્ચે સમાધાન થતા આવતીકાલનુ પેપર આજે લેવામા આવ્યુ હતુ. જ્યારે કે આજનુ પેપર આવતીકાલે લેવામા આવશે.

(8:30 pm IST)