Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ખેડા એલસીબીએ દંતાલી નજીકથી ટ્રકમાં લઇ જવાતો 31.60 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો

ખેડા: જિલ્લા એલસીબી પોલીસે દંતાલી પાસેથી એક ટ્રકમાં લઈ જવાતો ૩૧.૬૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં ખેડા જિલ્લાના બુટલેગરોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. પોલીસે બે રાજસ્થાનીઓની ધરપકડ કરીને આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવીને ક્યાં લઈ જવાનો હતો જેવી બાબતોની તપાસ માટે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

 


આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબી પોલીસને અમદાવાદ વિભાગ પોલીસ મહાનિરીક્ષક તરફથી એવી માહિતી મળી હતી કે ટ્રક નં આરજે ૧૪ જીબી ૬૫૯૭ કે જે શકમંદ હાલતમાં આણંદ તરફથી નેશનલ હાઈવે નં ૪૮ ઉપર ખેડા જિલ્લામાંથી પસાર થનાર છે. અને આ ટ્રકમાં શંકાસ્પદ વસ્તુ ભરી લઈ જવાતી હોવાથી ટ્રકને પકડી પાડવા સૂચન કરવામાં આવ્યું હતું. 

(5:22 pm IST)