Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ખેડા જિલ્લામાં સર્જાયેલા ત્રણ માર્ગ અકસ્માતોમાં ચારને ઈજા

નડિયાદ:તાલુકાના ફતેપુરા સીમ, મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની સીમ તેમજ ગળતેશ્વર તાલુકાના સાંગોલ ગામની સીમમાં સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. 

 


મળતી માહિતી મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતાં દિપેનભાઈ રણછોડભાઈ પટેલ ગત ગુરૂવારના રોજ પોતાની વેગનઆર ગાડી લઈ નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં હતાં. તે વખતે ફતેપુરા સીમ વિસ્તારમાં તેમની ગાડીના ટાયરને એકાએક પંચર પડતાં તેઓ જેક પર ગાડી ચઢાવી ટાયર બદલતાં હતાં. તે દરમિયાન માર્ગ પર બેદરકારીપૂર્વક આવતાં એક અજાણ્યાં વાહનના ચાલકે દિપેનભાઈની ગાડીને પાછળથી ટક્કર મારતાં ગાડી જેક પરથી નીચે ઉતરી દિપેનભાઈના પગ પર પડી હતી. જેથી પગમાં ઈજા પહોંચી હતી. 

(5:21 pm IST)