Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

આણંદ નજીક ઓરડી ખાલી કરાવવા બાબતે યુવાનને માથામાં પાઇપ મારી ઇજા પહોંચાડતા શખ્સને એક વર્ષની સજાની સુનવણી

આણંદ:શહેરના લોટીયા ભાગોળ ખાતે ઓરડી ખાલી કરવાની બાબતે એક શખ્સ દ્વારા ગમે તેવી ગાળો બોલીને એકને માથામાં લોખંડની પાઈપ મારીને ઈજાઓ પહોંચાડવાના કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૭-૮-૨૦૧૩ના રોજ સવારના ૧૧ કલાકે આણંદના લોટીયા ભાગોળ બહુચરા માતાજીના મંદિર પાસે રહેતા મુમતાઝબનુ હબીબશા દિવાનના ઘર પાસે સાજીદશા આલમશા દિવાન આવી ચઢ્યો હતો અને તેણે ગમે તેવી ગાળો બોલીને જણાવ્યું હતુ કે, આ ઓરડી મારી છે. જેથી મુમતાજબાનુએ ગાળો બોલવાની ના પાડતાં ઝઘડો થયો હતો જેમાં સરફરાજશા હબીબશા દિવાન વચ્ચે પડતાં તેને સાજીદશાએ પોતાની પાસેની લોખંડની પાઈપ માથામાં વચ્ચેના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ આ વખતે તુ બચી ગયો છે, પણ હવે પછી રસ્તામાં મળીશ તો તારું ખુન કરી નાંખીશ તેવી ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા સરફરાજશાને દવાખાને લઈ જવામાં આવતાં માથામાં સાતથી આઠ ટાંકા આવ્યા હતા. 

(5:19 pm IST)