Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવમાં સતત વધારો: 33 વાહનોની ચોરી કરનાર બે શખ્સોની ધરપકડ

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં વાહનચોરીના બનતાં ગુનાઓને અટકાવવા અને તેનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે સે-૭ પોલીસની સર્વેલન્સ સ્કવોડે સે-૧૧માંથી બે યુવાનોને ચોરીના બાઈક સાથે ઝડપી પાડયા હતા અને પુછપરછમાં એક પછી એક એમ ૩૩ વાહનચોરીનો ભેદ ઉકેલાતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અલગ અલગ સ્થળોથી પોલીસે ર૬ બાઈક અને સાત રીક્ષાઓ મળી કુલ ૩૩ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. 

આરોપીઓની વધુ પુછપરછમાં ચોરીના અન્ય ગુનાઓ પણ ઉકેલાવાની શક્યતા સેવાઈ રહી છે. ગાંધીનગર ઉપરાંત પ્રાંતિજ, હિંમતનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી આ યુવાનોએ બાઈક ચોર્યા હોવાનું બહાર આવ્યું હતું. 

(5:18 pm IST)