Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

બાલાસિનોરમાં પરિણીતાને બ્લેકમેલ કરી શારીરિક ત્રાસ આપી પૈસા પડાવનાર બે વિરુદ્ધ ગુનો દાખલ

બાલાસિનોર:બાલાસિનોર નગરમાં રહેતી પરીણિતાને દાંતના દવાખાનામાં ફરજ બજાવતી યુવતિ અને તેના મિત્રએ બ્લેક મેઇલિંગ કરીને યુવકે અવારનવાર બળાત્કાર ગુજારી પૈસા, દાગીના પડાવી લેતાં થાકેલી પરીણિતાએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બાલાસિનોર નગરમાં રહેતી પરિણીતા એક દાંતના દવાખાનામાં દાંતની સારવાર અર્થે જતી હતી ત્યાં ફરજ બજાવતી રૂખસારબાનું અને બાલાસિનોરના જ નસીબખાન અનવરખાન પઠાણ દ્વારા પરિણીતાને અવાર નવાર મોબાઈલ પર ફોન કરી પરણિતાના ડોક્ટર સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પરિણીતાને પોતે કહે તેમ કરવાનું અને ના કરેલો તો ડોક્ટર સાથેના તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરણિતા પાસેથી બ્લેકમેઈલ કરી નાણાં અને રકમોની પણ માગણી કરતો અને આમ આઠ મહિનાથી આજદીન સુધી અવાર નવાર મારી પાસે પૈસાની માંગણી કરી ઘણીવાર બપોરના સમયે મારી ઘરે આવી તેની સગી શહેનાઝના ઘરે લઈ જઈ જબરજસ્તી મને પકડીને મારી સાથે વારંવાર મારી મરજી વિરુધ્ધ ખરાબ કાર્ય કરતો અને મને અત્યાચાર કરી તો વળી તેની મુંબઈમાં મિલકત છે તેમાંથી મને નાણા આપીશ કહી મારી પાસેથી પૈસા અને રકમો માંગતા તેને સોનાનો સેટ બુટ્ટી આપી, સોનાની બંગડી-૨ આપેલ. ત્યારબાદ તેણે સરફરાજ નામની વ્યક્તિ પાસેથી ફોટા-વિડીયો લઈ લઉ પણ મને એક લાખ માંગતા તેને આપેલ. આમ વારંવાર ધમકી આપી બ્લેકમેઈલ કરી મારી ઉપર મરજી વિરુધ્ધ કૃત્ય કરતો. આથી થાકીને મારી કાકીને તમામ હકીકત જણાવી હતી. 

(5:17 pm IST)