Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

નડિયાદમાં પોલીસ સ્ટેશનની નજીકથી તસ્કરોએ વેપારીની દુકાનને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયા તફડાવ્યા

નડિયાદ:શહેરમાં ગતરાત્રીના સમયે તસ્કરોએ સોની વેપારીની દુકાનને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જો કે ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ છે.

નડિયાદ શહેરના અમદાવાદી બજારમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં ગતરાત્રીના ચોરી થઈ હતી.જો કે  આ વિસ્તાર પોલીસ ચોકીથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આવેલ શ્રી જ્વેલર્સ નામની દુકાનમાં ગત્ રાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.રાત્રીના સમયે દુકાનના શટરના નકુચા તોડી દુકાનમાં પ્રવેશ કરી શોકેસમાં મૂકેલ ચાંદીની મૂર્તીઓ, ચાંદીના દાગીના, જુની નોટો અને ડોલરો મળી આશરે રૂા.૩૦  હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.દુકાનના માલીક યોગેશભાઈ પટેલ સવારે દુકાને આવ્યા ત્યારે દુકાનના તાળા તુટેલી હાલતમાં જોવા મળ્યા હતા.જેથી દુકાનમાં જઇ તપાસ કરતા દુકાનમાં રહેલ વિવિધ ચીજવસ્તુઓની ચોરી થઇ હોવાનુ માલુમ પડયુ ગતુ.દુકાન માલિક યોગેશભાઇએ શહેર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથધરી છે.

(5:16 pm IST)