Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

સુરત: પાંડેસરામાં વરસાદથી બચવા દોટ મુકેલ યુવાનનો પગ લપસી જતા યુવાનનું કમકમાટીભર્યું મોત

સુરત:નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ પાંડેસરામાં અમૃતનગરમાં રહેતો ૨૫ વષીૅય મણીલાલ કશ્યપ ગત મોડી રાતે ઘરના ધાબા પર સુતો હતો.ત્યારે અચાનક વરસાદ આવતાની સાથે તે  ભીજાય ન જાય એટલા માટે  દોડતો હતો.ત્યારેે બીજા માળે નીચે પટકાતા  સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો.તે મુળ ઉતરપ્રદેશના ફતેપુરનો વતની હતોે.તે સંચાખાતામાં કામ કરતો હતો. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:15 pm IST)