Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

વડોદરાની આજવા ચોકડી નજીક રિક્ષાના સ્ટીઅરિંગ પર સાપ જોવા મળતા ચાલકની હાલત કફોડી

વડોદરા:આજવા ચોકડી પાસે મોડીસાંજે બનેલા બનાવને નજરે જોનાર લોકો થોડીવાર માટે ભયથી કાંપી ઉઠયા હતા.આજવા ચોકડી પાસેથી ગઇસાંજે મુસાફરોને લઇ પસાર થતા એક રિક્ષા ચાલકને સ્ટિઅરિંગ પાસે કાંઇ હલતું હોય તેમ લાગતાં તેણે રિક્ષા ધીમી કરી ધ્યાનથી જોયું હતું.આ વખતે ફરીએક વાર સાપે મોંઢાનો ભાગ બહાર કાઢતાં રિક્ષાચાલકની આંખે જાણે અંધારા આવી ગયા હતા.રિક્ષા ઉભી રાખી ચાલક નીચે ઉતરી ગયો હતો અને પાછળ બેઠેલા મુસાફરોને પણ સાપ છે..તેમ કહેતાં તેઓ પણ ઉતાવળે બહાર આવી ગયા હતા.ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનો સંપર્ક કરતાં કાર્યકરો આવી ગયા હતા.સાપ ડિકિમાં ભરાઇ ગયો હોઇ કાર્યકરોએ સ્ક્રૂ ડ્રાઇવર વડે ડિકિ ખોલી હતી અને ત્રણ ફૂટ લાંબા સાપને પકડીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.

(5:14 pm IST)