Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

પાદરા તાલુકામા યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી: પુત્રીનો જન્મ થતા પ્રેમી સ્વીકારવાની કરી મનાઈ: ફરિયાદના આધારે ધરપકડ

પાદરા: તાલુકાની એક યુવતીનું વારંવાર શારીરિક શોષણ કરતા યુવતી પુત્રીની માતા બની હતી બાદમાં  પુત્રીને લઇને યુવાનના ઘેર ગયેલી યુવતીને  આ મારી પુત્રી નથી તેમ કહી યુવતીને ઘરમાંથી કાઢી મુકતા આખરે બળાત્કારની ફરિયાદના પગલે પોલીસે યુવાનની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતિ મુજબ પાદરા તાલુકામાં રહેતી ૩૦ વર્ષની યુવતીનું છ વર્ષ પહેલાં લગ્ન થયું હતું જો કે પતિ અને પત્ની વચ્ચે વિખવાદ થતાં યુવતી બે વર્ષ પહેલાં પિયર આવી ગઇ હતી. તેણી ઘરમાં હતી ત્યારે કોટણાં ગામમાં રહેતો નટવર મોહનભાઇ પઢીયાર ઘેર આવ્યો હતો અને યુવતીને પોતાની વાતમાં ફસાવી તારી સાથે લગ્ન કરવાના છે તેમ કહી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી વિરોધ કરે ત્યારે  તું ચિંતા ના કરીશ પત્ની તરીકે તને રાખીશ તારુ ભરણપોષણ પણ કરીશ તેમ કહી યુવતીના ઘરમાંજ નટવર વારંવાર બળાત્કાર ગુજારતો હતો.

(5:14 pm IST)