Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

હાલોલ-વડોદરા નજીક બીયરના ટીન સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

વડોદરા:હાલોલથી વડોદરામાં લવાતા  દારૃ અને બીયરનો જથ્થો ભરેલી બે ગાડી પોલીસે ઝડપી પાડી  કુલ ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાલોલ તરફથી એક સિલ્વર કલરની સ્કોડા ગાડીમાં દારૃનો જથ્થો ભરીને કેટલાંક શખ્સો વડોદરા આવી રહ્યા છે તેવી બાતમીના આધારે વાઘોડિયા પોલીસે કેનાલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન પોલીસે કરતાં કારના ચાલકે કાર ભગાવી હતી જેથી પોલીસે પણ ખાનગી ગાડીમાં પીછો કરી રેલીસ હોટલ પાસે કારને રોકી કારની ડેકીમાં તપાસ કરતાં રૃા.૯૩૬૦૦ કિંમતની દારૃની ૭૨ બોટલો મળી હતી. પોલીસે અંકીત મહેન્દ્ર પાલ (રહે.હોસ્પિટલ રોડ, માનપુર તા.મડુ, ઇન્દોર, મધ્યપ્રદેશ) અને સવીન્દર ઉર્ફે સંજય અમરજીતસીંગ ઢીલ્લો (રહે.પીપલચોક, વિજયનગર, ઇંદોર મુળ પંજાબ)ની ધરપકડ કરી કાર, બે મોબાઇલ અને કાર મળી કુલ રાૃ.૨.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:13 pm IST)