Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

વડોદરા: ડભોઇ વેગા ચોકડી નજીક બે તમંચા સાથે બે બાઈક ચાલકો ઝડપાયા

વડોદરા:ડભોઇ વેગા ચોકડી પાસેથી નંબર વગરની બાઇક પર જતા ક્વાંટ તાલુકાના બે યુવાનોને જિલ્લા એસઓજીએ બે તમંચા સાથે ઝડપી પાડી બંનેની વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતિ મુજબ જિલ્લા પોલીસની એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે વેગા ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન નંબર વગરની એક સ્પ્લેન્ડર બાઇક આવતા તેને રોકી બાઇક પર સવાર બે યુવાનો લખમણ જગુભાઇ નાયક અને નવીન બચલા નાયક (રહે.ખંડીબારા, તા.ક્વાંટ)ની અંગજડતી કરતા તેમની પાસેથી રૃા.૨૦ હજાર કિંમતના બે તમંચા મળ્યા હતાં.

(5:13 pm IST)