Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસે સુરત અને અમદાવાદમાં બ્રોકિંગ અને ડિસ્ટ્રિબ્યુશનલ પ્રોફેશનલો માટે અભિ નહી તો કભી નહી લોન્ચ કર્યું

અમદાવાદ અને સુરત, 8 જુલાઈ, 2019: મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ (એમઓએફએસએલ) દ્વારા વેપાર વધારવા માટે મદદરૂપ થવાના મજબૂત વેપાર વિચારો પર કેન્દ્રિત વેપાર સાહસિકતાના જોશના કાજ માટે દે‌શવ્યાપી રોડ-શો અભી નહી તો કભી નહી ખાતે 12 રાજ્ય અને 18 શહેરમાં 18 વર્કશોપનું આયોજન શરૂ કર્યું છે.

ભારત વર્ષ 2020 શીર્ષક હેઠળ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના નિષ્ણાતોએ તમારો વેપાર વધારવા માટે 8 વ્યૂહરચનાઓ પ્રદાન કરી હતી.

વૃદ્ધિ ચક્રમાં ત્રણ મુખ્ય સેગમેન્ટ્સ છે, જે નોંધનીય રીતે દેશની વૃદ્ધિ, વેચાણ કુશળતા અને ઉદ્યોગની વૃદ્ધિમાં યોગદાન આપે છે. હાલ 2.6 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પરથી 2025 સુધી ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચશે. એમઓએફએસએલની #AbhiNahitohKabhiNahi ઝુંબેશ આગામી ચારથી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને તેનો કઈ રીતે લાભ લેવો તેના પર વેપારોમાં તકોને આલેખિત કરે છે. નાણાકીય સેવાઓના ઉદ્યોગમાં ઘણા બધા મોજૂદ વેપાર સાહસિકો વેપારોની બદલાતી ગતિશીલતા, અસ્થિર માર્જિન, ટેકનોલોજી વિક્ષેપ અને ગ્રાહકની વધતી જતી અપેક્ષાઓને લીધે ઉદ્યોગના ભાવિ વિશે અવઢવમાં છે. #AbhiNahitohKabhiNahi સાથે એમઓએફએસએલ વેપાર સાહસિકોને ઉદ્યોગમાં આવી રહેલા પરિવર્તનની લહેર પર કઈ રીતે સવાર થવું અને તેમના વેપારની અદભુત વૃદ્ધિમાં તેમને મદદરૂપ થતું મજબૂત વેપાર મોડેલ કઈ રીતે નિર્માણ કરવું તેની પર માર્ગદર્શન આપવા માગે છે.

આ ઇવેન્ટ 4 જુલાઈએ સુરત અને 5 જુલાઈએ અમદાવાદમાં સફળતાથી હાથ ધરાઈ હતી. બંને ઇવેન્ટ્સમાં 100થી વધુ જોશીલા ભાગીદારો (પ્રવર્તમાન વેપાર માલિકો અને ઊભરતા વેપાર સાહસિકો) જોવા મળ્યા હતા, જેમને તેમના વેપારની કઈ રીતે વૃદ્ધિ કરવી તેની પર વ્યૂહાત્મક માહિતીમાંથી ભરપૂર લાભ થયો હતો. ઇવેન્ટ બ્રોકિંગ અને ડિસ્ટ્રિબ્યુશન ઉદ્યોગના સર્વ વેપાર સાહસિક સહભાગીઓ માટે પરિવર્તનકારી સાબિત થઈ હતી.

એમઓએફએસએલ ભારતના સ્ટોક બ્રોકિંગ અને નાણાકીય સેવાઓના ઉદ્યોગમાં છેલ્લા ત્રણ દાયકાથી વેપાર સાહસિકો / ભાગીદારી મોડેલો નિર્માણ અને વૃદ્ધિ કરવામાં આગેવાની કરે છે. વર્ષો સાથે ભેગા કરેલા બધા અનુભવ અને નિપુણતા 8 વ્યૂહરચનામાં ફેરાવવામાં આવ્યા છે, જે વેપાર સાહસિકોને તેમના વેપારને અનેકગણો વધારવામાં મદદરૂપ થશે...#AbhiNahitohKabhiNahi.

આ ઝુંબેશ પર બોલતાં એમઓએફએસએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સેમિનાર બ્રોકિંગ અને ડિસ્ટ્રિબ્યુશન ઉદ્યોગમાંથી વેપાર વ્યાવસાયિકો માટે અનુકૂળ છે. અમે જીડીપી, નાણાકીય બજારની તકો, ગ્રાહકોની વૃદ્ધિ, માર્કેટ કેપ અને રોકાણકાર વર્તન વિશે વાત કરીએ છીએ. હવે સેન્સેક્સ નહીં પણ વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વારો આવ્યો છે. પહેલી વાર અમે વેપાર અનેકગણો વધારવા માટે 8 વ્યૂહરચનાઓ વિશે સમજણ આપી રહ્યા છીએ. તે કહે છે કે ભારત દરેક ક્ષેત્રમાં તેની વૃદ્ધિની ચરમસીમાએ છે ત્યારે સમય આ જ છે અથવા ક્યારેય નહીં. અમે નાણાકીય સેવાઓના ઉદ્યોગના આશરે 800થી 1000 વેપાર સાહસિકો સાથે 7 ઈવેન્ટ યોજી હતી.  કમ્પ્લીશન/ એમએફ ડિસ્ટ્રિબ્યુટરો/ આઈએફએના પ્રવર્તમાન સબ બ્રોકરો અને અન્ય બ્રોકિંગ પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓએ પણ સેમિનારોમાં ભાગ લધો હતો. અમે કોલકતા, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે, મુંબઈ અને જયપુરને ઝુંબેશના આરંભથી આવરી લીધાં છે. આગામી બે મહિનામાં અમે 12 રાજ્ય અને 18 શહેરમાં પહોંચીશું.

સેમિનાર ટેકનોલોજી, એડવાઈઝરી, સ્ટાફ મેનેજમેન્ટ, ક્લાયન્ટ્સ હસ્તાંતરણ અને જાળવણી જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે બધા સહભાગીઓને એમઓએફએસએલની ઓફરો સમજવા અને શીખવાની તક આપે છે. ફ્રેન્ચાઇઝીઓને ઇન્ક્રિમેન્ટલમાંથી એક્સપોનેન્શિયલ સુધી તેમનો વેપાર વધારવામાં મદદરૂપ થઈ છે.

 

(4:07 pm IST)