Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા કોર્પોરેટ ગવર્નન્સની મજબુત ઓળખ : પાંડે

અમદાવાદ : કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) એ એકટીવ કંપનીઓ અને તેમના રજિસ્ટર્ડ ઓફિસોને ધ્યાનમાં લેવા માટે ઈ-ફોર્મ INC - 22A (એકટીવ ) રજુ કર્યુ હતુ. વધુમાં આ ફોર્મને કંપનીના સેક્રેટરીની વિગતો ભરવા માટે ફરજ પાડવામાં આવી હતી. જેમા તેમની નિયુકતી ફરજીયાત છે. કંપની સેક્રેટરીની નિમણુંક દેખરેખ એ ભારતીય કોર્પોરેટરમાં હાલના ગવર્નન્સ  માળખાને મજબુત બનાવવાનો  પ્રયાસ છે. સરકારના  આદેશે તાજેતરમાં એકટ હેઠળ કાર્યકારી અને ફરજીયાત કંપનીઓની સામે CS ની સંખ્યામાં ઘટાડો તથા આ પ્રકારની કટોકટીના પગલે ઉંચી વેતનની  માંગ કરતા કંપની સેક્રેટરીઓ જેવા વિવિધ વિવાદો ઉભા થાય છે.કંપની સેક્રેટરીઓના સંગઠન તરીકે ઈન્સ્ટિીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી  ઓફ ઈન્ડિયા (ICSI) સ્પષ્ટ કરવા  માંગે છે. કે કંપનીના સચિવોની કોઇ અછત નથી જે કોર્પોરેટસની સેવા કરવા તૈયાર હશે અને તેમના પાલનમાં સપોર્ટ કરશે. વધુમાં કંપનીના સચિવો અને રોજગારી મેળવવાના CS ની નિમણુંક કરવા ઈચ્છતા કોર્પોરેટસ વચ્ચેના સંકલનના હેતુસર સંસ્થામાં એક વિશેષ પ્લેસમેન્ટ સેલ પણ છે.દેશના કોર્પોરેટ ગવર્નન્સના સ્તરમાં સુધારો કરવા પર ભાર મુકતા CSરણજીત પાંડેએ ICSI ના પ્રમુખએ જણાવ્યુ હતુ કે ભારતમાં ગવર્નન્સ પ્રોફેશનલ્સનું મુખ્ય સંગઠન ICSI કોર્પોરેટ  ગવર્નન્સની મજબુત ઓળખાણ  હોવાનુ માનવામાં આવે છે. પારદર્શીતા અને જવાબદારીના સ્તરે સુધારવુ એ દેશના કોર્પોરેટ ગવર્નન્સ માળખાને મજબુત બનાવવા માટે એક રીત છે.

(3:12 pm IST)