Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ગુજરાત યુનિવર્સિટીમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી : તોડફોડ

એકબીજા સામે આક્ષેપો કરીને નારેબાજી કર્યા બાદ મામલો બિચકયો

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં છૂટા હાથની મારામારીની ઘટના બની છે. વિદ્યાર્થીઓના અન્યાયની વાતો કરતા એબીવીપી અને એનએસયુઆઇના કાર્યકરોએ પોતાના સંયમને કોરાણે મૂકીને મારામારી કરી છે તોડફોડ કરીને ગુજરાત યુનિવર્સિટીની મિલ્કતને પણ નુકસાન પહોંચાડયુ છે.

એનએસયુઆઇ અને એબીવીપીએ એકબીજા સામે આક્ષેપો કર્યા બાદ નારેબાજી કર્યા બાદ મામલો બગડયો હતો. જેમાં એબીવીપીએ કોંગ્રેસના નેતાઓની કોલેજ ચલવવા માટે ગ્રાન્ટેબલ કોલેજની સીટો રદ કરાઇ હોવાના આક્ષેપ બાદ પરિસ્થિતી વણસી હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ હોબાળો કર્યો હતો. બીકોમમાં ગ્રાન્ટેડ કોલેજોની ૯૬૦ સીટો ઘટાડવા મામલે વિરોધ દર્શાવ્યો હતો. અને પ્રવેશ સમિતિના સભ્યોનો ઘેરી લીધા હતા. ફોરેન્સીક સાયન્સ વિભાગમાં પ્રવેશ સમિતિના સભ્યો અને કુલપતિની બેઠક ચાલી રહી હતી. જો કે હોબાળો થતા કુલપતિ ભાગી ગયા હતા અને એબીવીપીના કાર્યકરોએ પ્રવેશ સમિતિના સભ્યોનો બહાર જતા રોકીને ૯૬૦ સીટોનો હિસાબ આપવાની માંગ કરી હતી.

(2:14 pm IST)