Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

મન મેં મોહન, તન મેં મોહન, મૈ ભી મોહન

પદયાત્રા યોજવામાં મનસુખ માંડવિયા બન્યા નંબર વન

મોદીએ તમામ સાંસદોને પદયાત્રા કરવા અનુરોધ કર્યો,માંડવિયાએ ગયા જાન્યુઆરીમાં પદયાત્રા કરેલ

રાજકોટ, તા.,૧૦: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં તમામ સાંસદોને મહાત્મા ગાંધીની ૧પ૦ મી જયંતીની ઉજવણી નિમિતે પોતાના મત વિસ્તારમાં ૧પ૦ કિલોમીટરની પદયાત્રા યોજવા અનુરોધ કર્યો હતો. પદયાત્રાની બાબતમાં ગુજરાતના રાજયસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અન્યો માટે પ્રેરણારૂપ રહયા છે.

શ્રી મોદીના અનુરોધ મુજબ ભાજપના અન્ય સાંસદો હવે પદયાત્રા કરશે. શ્રી માંડવિયાએ લોકસભાની ચુંટણી પહેલા ગયા જાન્યુઆરી મહિનામાં ભાવનગર-પાલીતાણા પંથકમાં ૧પ૦ કી.મી.ની પદયાત્રા કરી જબ્બર માહોલ જમાવ્યો હતો. ગાંધી વિચારોના ફેલાવા સાથે ગ્રામ ઉત્કર્ષનો તેમનો ઉદ્દેશ્ય હતો.મે ભી મોહન સુત્ર લોકજીભે ચડાવવામાં તેમણે મહત્વનો ભાવ ભજવ્યો હતો.  તેમની પદયાત્રાને લોકો આજેય યાદ કરી રહયા છે.

(3:28 pm IST)