Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

બાળકના જન્મનું પ્રમાણપત્ર નહિ મળે તો બંને છોકરાને હું મારી નાખીશ અને પછી અમે બંને પણ મારી જઈશું !!

સાબરકાંઠાના ખેડાસણ ગામના યુવા દંપતીની વ્યથા : વિડિઓ વાયરલ

સાબરકાંઠાના  આંતરિયાળ ગામ ખેડાસણના એક યુવા દંપતીની વ્યથા વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દંપતીને એક બાળક છે પોપટભાઇ લીંબડ તથા તેમના પત્ની રાધા બેનના ઘરે ફરીથી પારણું બંધાયું છે. 13મી જૂને તેમના ઘરે પત્નીની ડિલિવરી થઈ હતી ત્યારબાદ આ બાળકના પિતા એટલે કે પોપટભાઈ તેમના જન્મનો દાખલો કઢાવવા માટે પંચાયતમાં ગયા હતા, પરંતુ પંચાયતએ એવું કહ્યું કે નર્સનું સર્ટિફિકેટ આપો પોપટભાઈ નર્સ પાસે ગયા તો નર્સે કહ્યું કે આવા કોઈ સર્ટિફિકેટ અમે આપતા નથી ત્યારબાદ તેઓ તલાટી પાસે પણ ગયા આરોગ્ય ખાતામાં પણ ગયા પરંતુ તેમના તાજા જન્મેલા બાળકનો જન્મનો દાખલો કોઈ કાઢી આપતું નથી.

  આખરે કંટાળીને તેઓ નોટરી કરાવવા માટે ગયા તો નોટરી વાળાએ સમજાવ્યા કે આવો કોઈ કાયદો જ નથી કે નોટરી કરવાથી તમારા બાળકનું રજિસ્ટ્રેશન થઈ શકે માટે તમે પંચાયતમાં જાવ તમારો દાખલો તેમને જ કાઢી આપવો પડે ત્યારબાદ પોપટભાઈ ફરીથી ગામમાં આવ્યા અને હજુ પણ પોતાના બાળકના જન્મ નું સર્ટીફીકેટ કઢાવવા માટે આમથી તેમ ભટકી રહ્યા છે.

  હવે તેઓ કંટાળ્યા છે જન્મનો દાખલો ન નીકળતા આ બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ જવાનું છે એવી આ દંપતીને ભીતિ છે. વીડિયો જેમણે ઉતાર્યો છે તે વ્યક્તિ એવું બોલે છે કે પોપટ ભાઈ હવે નિરાશ થઈ ગયા છે અને થાકી ગયા છે. પોપટભાઈ એવું કહ્યું છે કે હજુ હું એક મહિના સુધી મારા બાળકના જન્મના પ્રમાણપત્રની રાહ જોઇશ જો મને કાઢી આપવામાં નહીં આવે તો બંને છોકરાને હું મારી નાખીશ અને પછી અમે બંને પણ મરી જઈશું.

  ચાર મિનિટના આ વીડિયોના અંતે એવો મેસેજ આવ્યો છે કે આ મેસેજને આખા ગુજરાતમાં વાઈરલ કરવો જેથી કરીને જિલ્લા કલેકટર કે ગાંધીનગર માં મુખ્યમંત્રી કે અન્ય મંત્રીને જો આ બાબતની જાણ થાય તો ચાર જીવ બચી શકશે.

(12:11 pm IST)