Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ક્રિપ્ટો કરન્સી કૌભાંડ મામલે આરોપી સતીશ કુંભાણી અને રાકેશ સવાણીનો કબ્જો લેવા સીઆઇડી સક્રિય

સીઆઇડીએ કોર્ટમાં કરી અરજી : કલ્પેશ લાખાણીની ધરપકડ માટે પણ અદાલતમાં ઘા નાખી

સુરતના બહુચર્ચિત ક્રિપ્ટો કરન્સી કૌભાંડ મામલે આરોપી સતીશ કુંભાણી અને રાકેશ સવાણીને ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવા માટે સીઆઈડીએ તજવીજ હાથ ધરી છે

  બીએસએસ કોઈનમાં સતીશ કુંભાણી અને એરોસ કોઈન મામલે રાકેશ સવાણીની અટકાયત કરવા માટે સીઆઈડી ક્રાઈમે કોર્ટમાં અરજી કરી છે.આ બંને સિવાય કલ્પેશ લાખાણીની ધરપકડ કરવા પણ કોર્ટમાં અરજી થઈ છે.

  બીએસએસ કોઈનના નામે કરોડોનો ખેલ કરનારા કૌભાંડીઓએ એરોસ કોઈનના નામે પણ તગડી રકમનો ખેલ પાડ્યો હતો.1,885 રોકાણકારોના 14.55 કરોડ રૂપિયા એરોસ કોઈનમાં ડૂબ્યા હોવાનું સીઆઈડી તપાસમાં સામે આવ્યુ છે.

(12:00 pm IST)