Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

અમીરગઢ નજીક મોડીરાત્રે હરિયાણા પાસીંગનું ટ્રેલર અચાનક આગમાં લપેટાતાં દોડધામ

પશુઆહાર જેવી કોઈ વસ્તુ ભરેલું ટ્રેલમાં આગ લાગતા ચાલક કૂદી ગયો

અમીરગઢ : બનાસકાંઠાના અમીરગઢ ખાતેની જૂની સેલટેક્સ કચેરી નજીક ગઈ મોડીરાત્રે રોડ પરથી પસાર થઈ રહેલું હરિયાણા ર્પાસિંગનું ટ્રેલર અચાનક જ આગમાં લપેટાઇ જતા દોડધામ મચી ગઇ હતી.આ ઘટનામાં ટ્રેલરનો કેબીનનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો.જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને ઇજા કે જાનહાની થઈ નથી.

  પશુઆહાર જેવી કોઈ વસ્તુ ભરેલું ટ્રેલર ગઈ રાત્રે અમીરગઢની જૂની સેલટેક્સ કચેરી નજીકથી પસાર થઈ રહ્યું હતું એ વખતે આ ટ્રેલરના ઉપરના ભાગે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી.આ ઘટનાની જાણ થતાં ટ્રેલરના ચાલક અને ક્લીનર સલામત રીતે કેબિનમાંથી બહાર કુદી પડી ગાયબ થઈ ગયા હતા.

  જોકે બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રેલરનું ડ્રાયવર કેબીન બળીને ખાક થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા એલ એન્ડ ટી કંપનીના રહેમુતુલ્લા સાઇ, મહેશભાઈ તેમજ વિરચંદભાઈએ ફાયર ટીમ તેમજ પાણીના ખાનગી ટેન્કર સાથે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગ પર અંકુશ મેળવ્યો હતો.

(11:55 am IST)