Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

નસવાડીના સરકારી ગોડાઉનમાં હજારો બોરીઓની ઘટ : જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન કર્યુ સીલ

નવા મેનેજરને ચાર્જ સોંપતી વેળાએ ગણતરી કરતા ભાંડો ફૂટ્યો : જુના મેનેજરનો ફોન સ્વીચ ઓફ

નસવાડી સરકારી અનાજ ગોડાઉનમાં 2800 ઘઉની બોરી અને 1608 ચોખાની બોરીની ઘટ આવતા ગોડાઉન સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે

 આ અંગે જાણવા મળ્યા મુજબ  ગોડાઉન મેનેજર રિટાર્યડ થતાનવા ગોડાઉન મેનેજરને ચાર્જ સોપવાનો હતો. જોકે તે પહેલા અનાજની ગણતરી હાથ ધરતા અનાજના જથ્થાની ઘટ જોવા મળી હતી. જે જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન સીલ કર્યુ છે.

 આ ગેરરીત સામે આવ્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન મેનેજરને હાજર થવા જણાવ્યું હતું પરંતુ ગોડાઉન મનેજર ફોન સ્વીચ ઓફ કરીને ગાયબ થયા હતા.

(11:43 am IST)