Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

શિક્ષણ સેવામાં વર્ગ ૧-રની ૧૦ર૭ જગ્યાઓ મંજુર, તે પૈકી ૬૮૦ જગ્યાઓ ખાલી

ગાંધીનગર, તા. ૧૦ : ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને ર ની તા. ૩૧-૩-૧૯ની સ્થિતિએ મંજુર થયેલ જગ્યાઓ અંગે જીજ્ઞેશ મેવાણીના પ્રશ્નના ઉતરમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વર્ગ-૧ની ૧૩૭ જગ્યાઓ અને વર્ગ-ર ની ૮૯૦ જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે. આ મંજુર થયેલ જગ્યાઓ પૈકી વર્ગ-૧ની ૯૯ જગ્યાઓ અને વર્ગ-ર ની ર૪૮ જગ્યાઓ ભરવામાં આવી છે.

ઉકત સ્થિતિએ અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તથા તેમાં મહિલાઓની ૬ જગ્યાઓ વર્ગ-૧માં અને ૩૬ જગ્યાઓ વર્ગ-રની ભરવામાં આવી છે.

(10:48 am IST)